Caution: JavaScript execution is disabled in your browser or for this website. You may not be able to answer all questions in this survey. Please, verify your browser parameters.

આઈકેર અભ્યાસ: સર્વે 5

અમે ४૦ થી વધુ દેશોના, કુલ  ૧५૦ સંશોધકોનું સંગઠન છીએ. મોન્ટ્રીયલમાં આવેલા મોન્ટ્રીયલ બિહેવીયરલ મેડીસીન સેન્ટરના કો-ડીરેક્ટર્સ પ્રોફેસર કીમ લેવોઈ, પીએચડી અને સિમોન બેકોન, પીએચડી અમારા અધ્યક્ષ છે.

 

અમે જગતમાં કોરોના વાઇરસ અથવા નોવેલ કોરોનાવાઈરસના નામે જાણીતા થયેલા કોવીડ-૧૯ ને લઈને લોકોની જાગૃતિ,એમનું વલણ અને એમનું વર્તન સમજવા ઈચ્છીએ છીએ. એ માટે અમે જુદા-જુદા દેશોમાં લોકોને અરજી કરી રહ્યા છીએ કે તેઓ આ સર્વે પૂરો કરે. કોઈપણ ઉંમરની, કોઈપણ જાતિની વ્યક્તિ આ સર્વે ભરી શકે છે જેથી અમને સર્વેમાં વિવિધતા મળી રહે.

 

આ સર્વે ભરવામાં અંદાજીત ૨૦ મિનીટ લાગશે. તમને વિનંતી છે કે એટલો સમય ચોક્કસ ફાળવશો.

 

અમે એવી કોઈ માહિતી નથી મેળવવાના જેનાથી અમને તમારી ઓળખ મળે. તમારો રિસ્પોન્સ સંપૂર્ણ પણે અજ્ઞાત રહેશે. તમે તમારી મંજુરી કોઈપણ સમયે પાછી ખેંચી શકો છો અને કોઈપણ પ્રશ્નનો જવાબ જો તમને આપવા યોગ્ય ન લાગે તો તમે ન આપતા. આ સર્વેમાં ભાગ લેવાને કારણે તમારા પર કોઈ પણ જાતનું રિસ્ક રહેશે નહિ એ વાતની અમે ખાતરી આપીએ છીએ.

 

સમગ્ર ડેટા સુરક્ષિત રીતે મોન્ટરીયલ-કેનેડાની યુનિવર્સીટી ઓફ ક્યુબેકના સર્વરમાં એકત્રિત કરવામાં આવશે. ત્યાં છેલ્લા ૧૦ વર્ષથી અમારું ડેટા કલેક્શન સોફ્ટવેર રહેલું છે.

 

Fonds de la recherche du Québec(FRQ) દ્વારા સપોર્ટેડ આંતરરાષ્ટ્રીય ડેટા શેરિંગ કરાર મુજબ,

આ અભ્યાસમાંથી ડેટા અભ્યાસ સહયોગીઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. અભ્યાસ ડેટાની બધી નકલો પાસવર્ડ સુરક્ષિત સર્વર્સ પર સંગ્રહિત રહેશે જે ફક્ત અધિકૃત વ્યક્તિઓ દ્વારા જ એક્સેસ કરી શકાય છે.

 

આ સ્ટડીનું મુખ્ય રીઝલ્ટ મેઈન સ્ટડી વેબસાઈટ www.mbmc-cmcm.ca/covid19 પર પોસ્ટ કરવામાં આવશે જેને કોઈપણ વ્યક્તિ જોઈ કે મેળવી શકશે.

 

જો તમને આ સ્ટડી માટે કોઈપણ પ્રશ્ન હોય તો અમને ઈ-મેઈલ કરી શકો છો- covid19study@mbmc-cmcm.ca

 

હાલનું આ સ્ટડી ધ રીસર્ચ એથીક્સ કમિટી ઓફ The CIUSSS-NIM (Centre intégré universitaire de santé et de services sociaux du Nord de l’Île de Montréal: https://www.ciusssnordmtl.ca/) દ્વારા મંજુર કરવામાં આવ્યું છે અને મુખ્ય સંશોધકો કીમ લેવોઈ અને સિમોન બેકોન દ્વારા માહિતીના ફોર્મમાં રહેલી વિગત અનુસરવામાં આવશે.

 

જ્યારે સર્વેના જવાબ આપો ત્યારે યાદ રાખો:

 

  • લાલ રંગની ફૂદડી (*) જે સવાલ પાસે કરવામાં આવી છે તે સવાલનો જવાબ આપવો ફરજીયાત રહેશે. જો તમને આ ફરજીયાત સવાલનો જવાબ ન આપવો હોય તો ‘મને ખબર નથી/મને જવાબ આપવો નથી’ પર ક્લિક કરો.
  • જોડિસ્પ્લેમાં સમસ્યા હોય તો કૃપા કરીને કોઈ અલગ ડિવાઇસ અને / અથવા વેબ બ્રાઉઝરનો પ્રયાસ કરો.

 

 

જો તમને આ બાબતો મંજુર હોય તો અહીં ક્લિક કરો “આગામી”.